પરમાત્મા, ઈશ્વર, ખ઼ુદા , જીસસ બધા એકજ છે અને દુનિયામા તેમનાં હોવાના હજારો પુરાવા મળ્યા છે. કોઈ કહે છે તે મંદિરે છે, કોઈ કહે છે મસ્જિદ માં રહે છે, કોઈ કહે છે ચર્ચ કે બીજા ધર્મ ના દેવસ્થાને ત્યારે કોઈ કહે છે આપણી ભીતર જ ઈશ્વર નો વાસ થયેલ છે. કોઈ વિજ્ઞાની અથવા કોઈ નાસ્તિક કદાચ ઈશ્વરમાં ના માનતા હોય તો પણ સ્વીકારવું જ રહ્યું કે એક પરમાત્મા ની શક્તિ છે જેનાથી દુનિયા ચાલે છે, કંઈક તો પરમાત્મા ની તેવી ગોઠવણ છે જેનાથી નાનામાં નાની કીડી થી લઇ ને મહાકાય હાથી સુધી ના પશુપક્ષીઓ પણ ક્યારેય ભૂખ્યા રહેતા નથી સાથે