જ્યારે કોઈની રાહ જોવાની હોય એ સમયે સમય જાણે થંભી જાય છે. જે પળની રાહ જોઈ રહ્યા હોઈએ એ પળ નજીક આવવાને બદલે દુર જઈ રહી હોય એમ લાગે છે. લગભગ બધાને કોઈને કોઈ ચીજ કે વ્યક્તિની રાહ જોવાનો અને બોરેડમ મહેસુસ કર્યાનો અનુભવ હોય છે. તમને પણ હશે જ. તમે પણ ક્યારેક કોઈની રાહ જોઈ હશે પણ વિચારો કે એ વેઈટીંગના સમય દરમિયાન તમારી પાસે કોઈ જ સાધન ન હોય જેની મદદથી તમે સમયની જાણકારી મેળવી શકો. તમારી પાસે કોઈ ઘડિયાળ ન હોય જેની મદદથી તમે જાણી શકો કે તમે કોઈની કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો?