વિતેલા સમયની ઉતાસણી(હોળી) આજે પણ ગામડામા છાણા ચોરવાની અનોખી પ્રથા અમારા સૌંરાષ્ટ્ર ના ગામડા ઓ મા આજ પણ છાણા ચોરવાની પ્રથા હુ જો ન ભુલતો હોવ'તો સરૂ જ છે આજ પણ ગામડા ગામ મા રાત ના અંધારા મા ખાટલા મા પડીયા પડીયા કાન માંડો તો ગેરીયા(ઘેરૈંયા)ના ઉધાડા પગની ધબડાટી ને છાના છાના શબ્દો અંધારા વિંધી ને કાને આવી ચડે ખરા અને હા એક વાત કરી દઉ કે ગેરૈયા પાછા નિતી નિયમો થી નિતરતા હો અનિતી થી ઉતરતા નહી હા...ભગવાન કૃષ્ણ ની ટોળકી જયારે ગોકુળમા મહી માખણ ચોરવા નિકળતી ત્યારે મનમા એક મંત્ર ગણગણતી કે'કફલ્મ....કફલ્મ....કફલ્મ'આવો જ મંત્ર છાણા ચોરતા ગેરૈયા ઓ એ ગણગણે