ડેડ મેન

  • 3.7k
  • 2
  • 1.2k

પ્રયોગશાળામાં ઝાંખો ઝગમગતો પ્રકાશ રેલાઈ રહ્યો છે.પોતાની લેબમાં સાક્ષી તેના ગ્રૂપ ની સ્ત્રીમિત્રો સાથે ' મેન ડેડ ' ટોનિક કેપસ્યુલ માં ભરી રહી હતી. થોડા જ સમયમાં તેઓ અવકાશયાન દ્વારા આ ટોનિક ને પૃથ્વી પર સ્પ્રેડ કરવાના હતા. પોતાના જીવનના યુવા સમયના ૪૦ વર્ષો સાક્ષીએ આ અમૂલ્ય ટોનિક બનાવવામાં કાઢ્યા હતા. ખૂબ જ ખાસ અને કીમતી હતું તેનું આ અમૂલ્ય વૈજ્ઞાનિક સંશોધન. આ કેપ્સ્યુલ નું રસાયણ પૃથ્વી પર પડતાં જ પુરુષોનું અસ્તિત્વ નાશ પામવાનું હતું. ૨૦૭૦ નું વર્ષ ચાલી રહ્યું છે.મહિલા સશક્તિકરણ, મહિલા અધિકારો સઘળાં દાવા અસ્તિત્વ માં આવી ચૂક્યા હતા. સ્ત્રીઓનું આધિપત્યનું વાતાવરણ સર્જવામાં જવાબદાર હતી સાક્ષી અને તેના