એવરીથીંગ ઈઝ ઓકે અપ ટુ રીઝલ્ટ..! ફિલ્મ સ્ટાર ‘ટાઈગર’ ની માફક ‘ઉછ્લમ કુદમ’ કરતો વિદ્યાર્થી, બોર્ડની પરીક્ષા આવે એટલે, અચાનક ‘દેવદાસ’ બની જાય. બોર્ડને બદલે બોર્ડર ઉપર જવાની વેળા આવી હોય, એમ ગુમશુમ થઇ જાય. એવી સુઝબુઝ ગુમાવે કે, ઘરનો એક-એક આદમી આતંકવાદી કે ત્રાસવાદી લાગવા માંડે. મમ્મીને એમ કે, દીકરો ભણે તો દિવસ સુધરે, એટલે વાંચવા માટે દબાણ તો કરે જ...! બંને એવાં ઝઘડે કે, જાણે ભારત અને પાકિસ્તાન..! આપણને ફિલ થાય, કે લાવ સરકારને દબાણ કરીએ કે જે જે ઘરે બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થી હોય એ ઘરે એકાદ સાદો પોલીસમુકવાનું રાખો સાહેબ..! પરીક્ષા પતે ત્યાં સુધી મા