સાગરિતા - એક પ્રેમકહાની

(54)
  • 2.7k
  • 16
  • 888

સર પી. ટી. સાર્વજનિક કોલેજમાંથી સાપુતારા પ્રવાસ માટે વિદ્યાર્થીઓની એક બસ સાપુતારા જવાના એ વાંકા-ચુકા રસ્તા પરથી પસાર થઈ રહી હતી.આપણી સ્ટોરીનો હીરો સાગર પણ આ જ બસમાં કોલેજની પીકનીકમાં ફ્રેન્ડ્સ સાથે જઈ રહ્યો હતો.સાગર... ઊંચો , રંગે ગોરો , દેખાવડો કોલેજની નેવું ટકા છોકરીઓ જેની પાછળ પાગલ હતી એ... પણ સાગર તો એની ડ્રીમગર્લની રાહ જોતો હતો કોલેજની એક પણ છોકરી સાથે હજી સુધી ફ્રેન્ડશિપથી આગળ એ વઘ્યો જ નહતો.બસ સાપુતારા આવી પહોંચી.બધા વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતર્યા.સાગર પણ નીચે ઉતરી બંને હાથ ખુલ્લા કરી ઠંડીની મઝા માણી રહ્યો હતો.