અંગદ : વિશ્વા હજુ પણ જીવિત છે ... આટલું સાંભળતા જ પૃથ્વી અને સહુ તુરંત સભાન થયા . પૃથ્વી : શ.. શું ? હાલ શું બોલ્યો તું ? અંગદ : હા તમે લોકોએ સાચું જ સાંભળ્યુ છે ...વિશ્વા હજુ જીવિત છે . વીરસિંઘ ; પણ વિશ્વા તો .... યુધ્ધ વખતે .. અંગદ : હા હું જાણું છું ....યુધ્ધ વખતે શું થયું . પૃથ્વી : તું જે પણ કહવા માંગતો હોય એ સ્પષ્ટ અને ઝડપી બોલ .....ક્યાં છે મારી વિશ્વા ....કેવી હાલત માં છે ? એ ઠીક તો છે ને ?. નંદની : પૃથ્વી ....પૃથ્વી ...શાંત થઈ જા ...એને બોલવાનો