નો રીટર્ન-૨ ભાગ-૭૧ એક ખામોશ સ્તબ્ધતાં વાતાવરણને ભરડામાં લઇને પડી હતી. જંગલમાંથી ઉઠતાં પશુ પક્ષીઓનાં અને વૃક્ષોનાં ફફડતાં પર્ણોનાં અવાજ સીવાય કશે બીજી હલચલ નહોતી. ક્રેસ્ટોએ પૂરી મગ્નતાંથી બધાં શવોને એક ઠેકાણે એકઠા કર્યા હતાં.