લાગણીઓ વ્યક્ત કરવાની સાચી રીત કઈ? સ્ત્રીઓ અને પુરુષોની લાગણીઓ જુદા સ્તર પર કામ કરતી હોય છે. સ્ત્રી માટે લાગણીની અભિવ્યક્તિ અનિવાર્ય છે જ્યારે પુરુષ માટે લાગણીનો અનુભવ. સ્ત્રીને સતત એવું થતું હોય છે કે સામેની વ્યક્તિ તેના પ્રત્યેની લાગણીને વ્યક્ત કર્યા કરે. પુરુષ માટે આ બાબત ઘણી મુશ્કેલ છે. (પેટા) મિહિર અને પ્રિયાના લગ્નની એનિવર્સરી હતી. એકબીજામાં રચ્યું પચ્યું રહેતું આ યુગલ તેમના લગ્નના એક દાયકાની ઉજવણી માટે થોડું ઉત્સાહમાં હતું. ખાસ કરીને પ્રિયાને ખૂબ જ ઉત્સાહ હતો. તેની દીકરી પણ તેના જેવી જ ઉત્સાહિત હતી. તેમના માટે જન્મદિવસ અને એનિવર્સરીની ઉજવણી ભવ્ય રીતે જ થવી જોઈએ