રોજબરોજની ચીજોની અવનવી માહિતી (ભાગ - ૧) આગળના અંકમાં મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનની બહુચર્ચિત થિઓરી 'ઉત્ક્રાંતિવાદ'ની અમુક મર્યાદાઓ જોઈ. એનાથી એટલું તો જરૂરથી સાબિત થાય છે કે કોઈ પણ નિયમ કે સિદ્ધાંત ભલે ગમે એટલો સાચો માની લેવાય, પણ જ્યાં સુધી એને 360° જેટલું ફેરવી, ઉલ્ટાવી - સુલ્ટાવીને ના જોઈએ ત્યાં સુધી તેમાં રહેલ ભૂલો કે ખામીઓની ખબર પડતી નથી. જો કે એ તો માનવું જ રહ્યું કે એ સમયમાં તેમણે કરેલ ખોજ એ બહુ મહાન હતી. એટલે જ આજે આપણી પાસે આટલી અદ્યતન ટેકનોલોજી હોવા છતાં આપણે આપણી શંકાઓનું સમાધાન કરવા જૂના ગ્રંથો ઉપાડવા જ પડે છે. એ