અમોલે ફિક્કી સ્મિત આપી અને બહાર લિવિંગ રુમ માં જઈ ને એના પિતાજી સાથે વાતો કરવા લાગ્યો. આકાંક્ષા એ તન્વી ને બધું વ્યવસ્થિત બૅગ માં પૅક કરી ને આપ્યું અને પૂછ્યું , " ક્યારે છે પાર્ટી ? " " કાલે ! તમે બન્ને પણ આવજો ? " તન્વી એ કહ્યું. " ના ! મારા માટે તો શક્ય નથી ! કહી આકાંક્ષા રસોડા તરફ ગઈ અને ઉમેર્યું , " જમી ને જજે આજે શૂટિંગ ના હોય તો ! " " ચોક્કસ! બહુ દિવસે ઘર નું ખાવા નું મળશે. " તન્વી એ ખુશ થઈ ને કહ્યું. કૃતિ પણ રસોડા માં આવી અને ત્રણેય રસોડા માં મળી