પાયલ ના જવાબ થી તેને આશ્ચર્ય પણ થયું હતું અને આનંદ પણ થયો હતો. સોમ જયારે પાયલ પાસે ગયો હતો ત્યારે તેને ગુમાવવાની તૈયારી સાથે ગયો હતો કે કદાચ પાયલ તેને નફરત કરવા લાગે તો તેની પણ માનસિક તૈયારી રાખી હતી .હવે તેનું લક્ષ્ય હતું જટાશંકર થી તાકાતવર થવાનું અને સોમ ને તેનો માર્ગ મળી ગયો હતો . તેની પાસે રાવણે લખેલા પુસ્તકો હતા જેમાં જટિલ વિધિઓ અને મંત્રો લખ્યા હતા. તેમાં સર્વોચ્ચ પુસ્તક ઇંદ્રજાળ હતું. બીજે દિવસે ભુરીયો હોસ્ટેલ માં પાછો આવી ગયો હતો પણ હવે તે સોમ થી દૂર દૂર રહેતો અને તેની સાથે વધારે વાત કરતો