મોટાભાઈ એ ઘર માંથી ચાલ્યા જવાનું કહી દેતા ધીરુભાઈ બિચાર બેઘટ થઈ ગયા...... પણ હિમ્મત ન હાર્યા... ભાઈ પાસે અઠવાડિયામાં ઘર ખાલી કરવાનો સમય માંગ્યો .... અને મકાન શોધવા લાગ્યા... અને ફકત 5 જ દિવસ માં મકાન મળી પણ ગયું... 150 રૂપિયા ભાડા માં એક લાંબો રૂમ મળ્યો.. રસોડું પણ એમાં જ આવી જાય... સંડાસ બાથરૂમ બહાર ઓસરી પડે એમાં હતા.. બે જણા માટે ઘણું કહેવાય આ તો... તરત મોટાભાઈ ના ઘરે થી નીકળવાનું નક્કી કરી પોતાનો સામાન ભરવા લાગ્યા, નાનકડી ધરા પણ પોતાના રમકડાં લેવા લાગી... એક રેડિયો હતો નાનકડો જે ધરા ને ખૂબ ગમતો હતો... એમા એ ગીત પણ