કાલી

(52)
  • 3.9k
  • 4
  • 1.8k

કાલી આજે ઢળતી સાંજે ખૂબ જરુરી કામ માટે મારી વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કાર લઈ નીકળતા રસ્તામાં કોઇ ગરીબ બાળકને જોઉં છું ત્યારે ફરી ફરી તે જૂના દિવસો યાદ આવી જાય છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસેની તે ઝૂપડપટ્ટી....ચંડોળા તળાવનો તે ગંધાતો ખૂણો...! તેના મા બાપ કોણ તે તો ક્યારેય જાણ્યું જ ના હતું. કોઇ કહેતા કે તેના મા બાપ ક્યાંક ઘરઘાટી તરીકે કામ કરતા હતા, જ્યાં એકવાર ચોરી કરી તે ક્યાંક ભાગી ગયા હતા, તો કોઇ કહેતું કે તેના મા બાપ જાણી જોઇ તેને તરછોડી ક્યાંક ચાલ્યા ગયા, તો વળી કોઇ કહેતું કે તે બંનેનું પૈસા ઉધારીમાં ખૂન થઈ ગયું હતું,