સાહસિકો ઝંખતા ખોવાયેલા સાચુકલા ખજાનાઓ (ભાગ-૨) ગતાંકથી શરુ થયેલી આપણી ‘વિશ્વના અમૂલ્ય ખજાનાઓ’ની ગોષ્ઠી કેવી લાગી ? મજા આવી ને ? તો પછી હવે ફરીથી તૈયાર થઈ જાઓ એવા જ બીજા કેટલાક ખજાનાઓ વિશે જાણવા માટે. કિંગ જ્હોનનું, ત્રણ થિયરી ધરાવતું વર્ષો જૂનું ખોવાયેલું ઝવેરાત, ફોરેસ્ટ ફેન્ન ભાઈનો ‘આંખ આડા કાન’ જેવો છૂપો ખજાનો અને રશિયન બોલ્શેવિક ક્રાંતિ દરમિયાન ગૂમ થયેલાં સુશોભિત ઈંડાંરૂપી ખજાના વિશે રૂબરૂ થયા પછી હવે જાણીએ બીજા કેટલાક ખજાનાઓ વિશે, જે હજુ પણ વણશોધ્યા રહ્યા છે. ૪. ફ્લોર-ડે-લા-માર વહાણનો ખજાનો : પોર્તુગાલના પાટનગર અને મોટા શહેરોમાંના એક એવા લિસ્બન શહેરમાં ૧૫૦૨માં તૈયાર થયેલું ૪૦૦