ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૩)

  • 2.7k
  • 2
  • 1.3k

પ્રેમનો અનોખો એહસાસદિવસો કેવા ઝડપથી પસાર થઈ ગયા,બે અજનબીઓ આજે એકબીજાના થઇ ગયા, ન જાણ હતી એકબીજાના નામની,આજે બને એકબીજાના સાથી થઇ ગયા, શબ્દોમાં એક્બીજાનો રંગ ચડ્યો એવો,કે કવિતાઓમાં પણ એકબીજાને પ્રેમ કરતા થઇ ગયા, વચન આપ્યા કે હંમેશા સાથ આપસે એકબીજાને,પણ દિલથી તો બે શરીર ને એક રુન્હ થઇ ગયા, ઉંમર,ધર્મ ને સંસારની ચિંતા છોડીને,બંને પારેવડાઓ એક માળાના મહેમાન થઇ ગયા, ભૂતકાળની વાતોમાં ક્યારેક ખોવાયા,તો ક્યારેક મસ્તીના મૂડમાં રમતાં થઇ ગયા, બાકી છે હજી હંસોની યાદગાર મુલાકાત,પણ ખુલ્લી આંખે મળવાના સ્વપ્ન જોતા થઇ ગયા, નથી ભરી બાથ કે નથી કર્યા અધરના રસપાન,પણ એકબીજાના સંબંધના સ્વાદને એ માણતા થઇ ગયા,