ધરબાયેલી સંવેદના - ભાગ ૬

(60)
  • 3.2k
  • 12
  • 2.6k

ધીમે ધીમે પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્ભૂત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હળવેથી હસું હસું થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે. વૃક્ષો જાણે સમાધિમાથી જાગી ઉઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળના બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલા પક્ષીઓ જાગી મીઠો કલરવ કરી ઊગતી પરોઢનું સ્વાગત કરે છે.     સવારની વેળાએ ઝાડની ડાળી ઉપર પંખીઓનો મીઠો કલરવ થયો. સુરજના કુમળા કિરણો મેઘાને હળવેથી જગાડી રહ્યા હતા. પથારીમાંથી