નો રીટર્ન-૨ ભાગ-૭૦

(325)
  • 7.5k
  • 18
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૭૦ ક્રેસ્ટોનાં હાથમાં લાંબો છરો હતો. તે ભયાનક ઝડપે આદીવાસીઓ પાછળ લપક્યો હતો અને તેની રાહમાં આવતાં આદીવાસી ઉપર બેરહમીથી ભયાનક ઝનૂનભેર વાર કરતો જતો હતો. કેટલાય માણસોનો તેણે છરાનાં એક જ ઝાટકે સોથ વાળી દીધો હતો. એક તો એ રાક્ષસી તાકાત ધરાવતો આદમી હતો, ઉપરથી તેની પાસે પોતાનું સૌથી પ્રીય હથીયાર છરો હતું એટલે લગભગ બેફામ બનીને તે જાણે કોઇ બુલડોઝરની માફક ચો- તરફ ફરી વળ્યો હતો. મેદાન છોડીને ભાગતાં માણસોનો વીણી-વીણીને એ સફાયો બોલાવતો હતો. તેનાં છરાનાં એક વારે સામેવાળો વ્યક્તિ રીતસરનો રહેસાઇ જતો હતો. ખરેખર એ દ્રશ્ય ભયાનકતાની ચરમસીમા સમું હતું પરંતુ ક્રેસ્ટોને જાણે