પ્રણય સપ્તરંગી પ્રકરણ - 8

(83)
  • 5.7k
  • 4
  • 2.7k

અમીએ સીમાની સામે જોઇને કહ્યું "દીદી આ જે ભૂપેન્દ્ર રાયકા એ જ ભૂરો. સીમા વિસ્ફારીત આંખોએ અમીને જોઇજ રહી. "અમી તું જાણતી હતી કે સંયુક્તાને કોઇ ભૂપેન્દ્ર સાથે ઇલૂ ઇલૂ છે પરંતુ તે ખૂબ શાણી કોઇને ખબર ના પડે એમ વર્તતી. કોલેજમાં ખૂબ રોબમાં રહેતી. પરંતુ બધાં ગ્રુપમાં ગૂપ ચૂપ વાતો ચાલતી હતી કે સંયુક્તાને પેલાં ભારાડી ભૂપેન્દ્ર સાથે લફડું છે." દીદી લફરું નહીં એને સાચેજ પ્રેમ થયેલો પેલો સંયુક્તાના રૂપ પાછળ પાગલ થયેલો અને સંયુક્તાને પણ એ પસંદ હતો એકતો ભૂપેન્દ્ર સ્પોર્ટસમાં ખૂબ આગળ પડતો અને કોલેજ ક્રીકેટ ટીમનો કેપ્ટન બની એનું શરીર સૌષ્ઠવ એકદમ ચૂસ્ત