હતી એક પાગલ..!!:-ભાગ 15 "સમય પણ ઘા આપે છે એટલે જ ઘડિયાળમાં ફૂલની જગ્યાએ કાંટા હોય છે..અને લોકો સમય પુછવા માટે કહે છે કેટલાં વાગ્યાં.." પોતાની માં નાં અકાળે થયેલાં અવસાન અને માહીનાં લગ્ન બીજાં કોઈ જોડે ગોઠવાઈ ગયાં છે એની જાણ થયાં બાદ શિવ એક અણધાર્યો નિર્ણય લે છે જે એની જીંદગી ને ધરમૂળમાંથી બદલી મુકનારો સાબિત થયો હયો.શિવનો એ નિર્ણય શું હતો એ વિશે મયુર પોતાની પત્ની સંધ્યાને જણાવી રહ્યો હોય છે. "શિવ માટે એનો અભ્યાસ સૌથી વધુ મહત્વ ધરાવતો હતો કેમકે શિવ સારો અભ્યાસ કરી,કોઈ સારી કંપનીમાં યોગ્ય નોકરી શોધી પોતાની મમ્મી ની જીંદગી ને