નવી ફરાળી વાનગીઓ

(25)
  • 6.7k
  • 11
  • 2k

નવી ફરાળી વાનગીઓ સંકલન- મિતલ ઠક્કર સાબુદાણાના ફરાળી થેપલા બનાવવા સામગ્રીમાં અડધો કપ સાબુદાણા, ૨ નંગ બાફેલા મોટા બટાકા, ૨ ટેબલ સ્પૂન રાજગરા લોટ, પા કપ શેકેલા શિગંદાણાનો પાઉડર, પા કપ ઝીણી સમારેલી કોથમીર, ૧ ટેબલ સ્પૂન જીરું, ૧ ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧ ટેબલ સ્પૂન લીંબૂનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, સાંતળવા માટે જરૂર મુજબ તેલ લઇ રાખો. સાબુદાણાને ધોઈને છથી સાત કલાક પલાળવા. સાબુદાણા ડૂબે તેટલું પાણી લેવું. જો સૂકાઈ જાય તેવું લાગે ફરીથી પાણી છાંટવું. બાફેલા બટાકાનો માવો બનાવવો. તેમાં રાજગરાનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, લીંબૂનો રસ, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, સમારેલી કોથમીર નાંખવી. સાબુદાણાને મસળીને ભેળવવા. બરાબર ભેળવીને