રાત ના ત્રણ વાગ્યાં હશે.શહેર ના છેવાડે કહી શકાય એવા એરિયા માં એક બેઠા ઘાટ નો બંગલો જે અત્યારે રાત્રિ ના અંધકાર માં કોઈ હોરર ફિલ્મ ના સીન જેવો લાગી રહ્યો હતો.ચારે તરફ અંધકાર ની ચાદર લપેટાયેલી હતી. એમાંય વળી કુતરાઓ ના ભસવાનો અવાજ અને તમરાઓ નો અવાજ રાત ને વધારે બિહામણી બનાવતો હતો. આ બંગલામાં ફક્ત બે જણ રેહતા હતા.સૌમ્ય અને રિયા.ગયા અઠવાડિયે જ રિયા ની આ શહેર માં ટ્રાન્સફર થઈ હતી.એના પિતા નો જ આ બંગલો હતો જે આજ સુધી બંધ જ રહેતો હતો.પિતા નું મકાન આ શહેર માં હોવાથી સૌમ્ય અને રિયા ને નવા શહેર માં મકાન