સંભવામિ યુગે યુગે ભાગ ૨૫

(70)
  • 4.4k
  • 10
  • 1.8k

પ્રોફેસર અનિકેત ભુરીયા ની નજીક પહોંચ્યા અને તેના માથે હાથ ફેરવીને પૂછ્યું હવે કેમ છે તને ? ભુરીયા એ કહ્યું સારું લાગે છે પણ હું હોસ્પિટલ માં કેવી રીતે પહોંચ્યો અને મને શું થયું હતું ? સોમ ને દર હતો કે ભુરીયો તેને જોઈને ઉછાળી પડશે અથવા ડરી જશે , તેણે મને તાંત્રિક વિદ્યા કરતો જોઈ લીધો હતો પણ તેના આશ્ચર્ય ની વચ્ચે ભુરીયા એ તે વિષે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો . ભુરીયા એ પૂછ્યું ગઈકાલે પાયલ નો એક્સીડેન્ટ થયો હતો તેને કેમ છે હવે ? સોમે કહ્યું પાયલ ઠીક છે અને આઈ સી યુ માંથી બહાર આવી