સેલ્ફી:-the last photo Paart-29 રોહન દ્વારા એનાં જ મીટ કટર દ્વારા હુમલો કરતાં શુભમ ઘાયલ અવસ્થામાં જમીન પર પડ્યો હતો.રોહન એનાં ચહેરાની તરફ ઝુકીને બોલ્યો. "તું મારીશ મને..તું ઓળખતો નથી લાગતો રોહન અગ્રવાલ ઉર્ફ મેગી ને..હું એ શિકારી સિંહ છું જેનો શિકાર કરવા આવનાર ખુદ એનો શિકાર બની જાય." રોહને શુભમની ફરતે એક ચક્કર લગાવ્યું અને પછી આવેશમાં આવી એક જોરદાર લાત શુભમનાં ચહેરા પર ઝીંકી દીધી..રોહનની લાત વાગતાં શુભમનો એક તરફનો હોઠ ચિરાઈ ગયો અને એમાંથી લોહી આવવા લાગ્યું.રુહી હજુપણ શુભમને પ્રેમ કરતી હોવાંથી એને શુભમની આવી હાલત પર મનોમન તરસ આવી રહી હતી. "તે મારાં