અકબંધ ચાહત...

(43)
  • 2.9k
  • 4
  • 1k

અકબંધ ચાહત...આજે પણ હમેશાંની જેમ યશ મોડે સુધી હોસ્પિટલમાં Emergency વોર્ડમાં સેવા આપી રહ્યો હતો. આમતો એની નોકરી આઠ કલાકની જ હતી પણ એ હમેશાં સોળ કલાક ત્યાં હાજર રહેતો. અને Emergency માં બોલાવો ત્યારે હાજર. આમ તો એ ત્યાં કમ્પ્યુટર પર કામ કરતો પણ બધા માટે એ એથી વિશેષ હતો. હોસ્પિટલ માં ક્યાંય પણ કોઈ કામ અટકે એટલે એને જ યાદ કરવામાં આવે. વડોદરાની સરકારી હોસ્પિટલમાં યશ છેલ્લા આઠ વર્ષથી એ સેવા આપી રહ્યો હતો. રાત્રિના અગિયાર વાગી ગયા હોવાથી અવરજવર એક્દમ પાંખી થઈ ગઈ હતી. યશ કમ્પ્યુટરમાં દવાઓની એન્ટ્રી કરવા બેઠો. આમ તો એ યંત્રવત એન્ટ્રી કરતો હતો પણ