નો રીટર્ન-૨ ભાગ-૬૯

(305)
  • 7.4k
  • 12
  • 4.9k

નો રીટર્ન-૨ ભાગ-૬૯ મારા શ્વાસોશ્વાસ મારાં જ ગળામાં અટવાયાં હતાં. ભારે આઘાત અને ડરથી તીર જે તરફથી આવ્યું હતું એ દીશામાં મેં જોયુ અને મારી આંખોમાં ખૌફ તરી આવ્યો. લગભગ સો- એક કદમ દુર એક આદીવાસી માનવી જાણે હવામાંથી પ્રગટ થયો હોય એમ અચાનક ક્યાંકથી આવીને મારી સામે ઉભો રહી ગયો હતો. જે ઝાડ હેઠળ તે ઉભો હતો કદાચ એ ઝાડ ઉપરથી જ નીચે ઉતર્યો હોઇ શકે એવું મારું અનુમાન હતું. તેનાં હાથમાં તીર- કામઠું હતું અને તીર મારી તરફ જ તકાયેલું હતું. પળવારમાં મને સમજાયું કે આ આદીવાસીનાં તીરથી જ ડેલ્સો મર્યો ગયો હશે, અને હવે મરવાનો મારો