પૃથ્વી જ્યારે પણ સમય મળે ત્યારે મેઘા સાથે વાત કરતો, એને સમજાવતો. પૃથ્વીની વાતની ધીમે ધીમે અસર તો થતી પણ ફરી એને રોહન અને રોહનની વાતો યાદ આવી જતી. મેઘા રોહનને ભૂલી નહોતી શકતી.પ્રેમમાં મળેલ શબ્દરૂપી ઘાવ ક્યારેય નથી ભરાતા, તમે જ્યારે યાદમાં ડૂબો છો ત્યારે એ ફરીથી તાજા થઈ જાય છે. ઘણા પ્રેમને રમત સમજે છે...રમત રમીને, સપનાં દેખાડીને ચાલ્યા જાય...એને એમ કે, બેચાર દિવસ પછી ભુલી જશે...બધું નોર્મલ થઈ જશે...કેમ કે પ્રેમ ન હોય એ વ્યક્તિ માત્ર પોતાનું જ વિચારે છે...પણ આ રીતે તો મેઘા માટે બધું ખતરનાક થતું જતું હતું. આ રીતે જો કોઈ કોઈને ભુલી