જો નિરક્ષરતા અને અજ્ઞાનતા અભિશાપ છે, અંધકાર છે, તો આ શાપ અને અંધકારમાંથી નીકળવા માટેની ટોર્ચ છે પુસ્તકો. સભ્યતા અને સંસ્કૃતિની શરૂઆત થઈ અને માણસે જ્યારે લખવા વાંચવાની શરૂઆત કરી એ જગતના ઇતિહાસની સૌથી ક્રાંતિકારી ક્ષણ હતી. લેખન અને વાચનની સાથે જ માનવજીવન અને સંસ્કૃતિની સુધારણાનાં દ્વાર ખુલી ગયા. જેમ જેમ માણસ લેખન અને વાચન કરતો ગયો તેમ તેમ નવા નવા વિચારો એના મગજમાં ઉથલાવવા લાગ્યા. આ નવીન વિચારોને સંગ્રહી આવનારી પેઢીઓ માટે મદદગાર બનાવનાર જે કોઈ પ્રથમ લેખક હોય એને માનવજાતની ઇજ્જતભરી સલામ છે. પેઢી દર પેઢી નવા નવા વિચારો પહેલા હસ્તપ્રતોના રૂપમાં અને ગુટેનબર્ગની છાપકામની શોધ પછી પુસ્તકોના