વિક્કી વિરુધ્ધ વિક્રમ

(17)
  • 3.9k
  • 2
  • 1.5k

વિક્રમ વિક્કી_______________________________________વિક્કી, માબાપનું એકનું એક લાડકું સંતાન. ખૂબ હોંશિયાર અને ચબરાક એવો વિક્કી આધુનિકતાના રંગે પૂરે પૂરો રંગાયેલો છે. મોબાઈલ, લેપટોપ, ટીવી વગેરે જેવા ઉપકરણો વગર એને સહેજેય ચાલે એમ નથી. હવે વાત એમ બની કે એના માબાપને અચાનક ધંધાના કામે વિદેશ જવાની જરૂરિયાત ઊભી થયેલી અને વિક્કીને એ લોકો સાથે લઈ જઈ શકે એમ નહતા. એ જગ્યાનું વાતાવરણ વિક્કીને માફક નહતું આવતું એટલે વિકકીના માબાપ, ચેતનભાઈ પટેલ અને નંદિનીબેન પટેલે નક્કી કર્યું કે વિક્કીને દસ દિવસ એના દાદા પાસે ગામડે મૂકી આવવો. આમેય એની સ્કૂલમાં હાલ રજાઓ