જગજીતસિંહ - બાયોગ્રાફી

(16)
  • 9.6k
  • 4
  • 2.8k

બિકાનેરના એક મ્યુઝિકલ ફ્લાવરની વાત. એક એવી વ્યક્તિ કે જેનો અવાજ ગુલઝારની ગઝલોને મળ્યો. ગુલઝાર તેના અવાજ વિષે કહે છે કે, “તે જ્યારે ગાય છે ત્યારે મારા શબ્દોને નવી ઓળખ મળે છે, નવું ઊંડાણ મળે છે.” તે વ્યક્તિ એટલે જગજીત સિંહ. તેઓ જ્યારે ગઝલ કે શેર પેશ કરતાં ત્યારે તેની અદાઈગીની જે અદા હતી તે કોઈપણ વ્યક્તિને મદહોશ કરી મૂકે. તર્જને બદલે શબ્દોની સમજ સાથેની ગાયિકી એટલે જગજીત સિંહની ગાયિકી. કયા શબ્દ પર ભાર મૂકીએ તો શ્રોતાને વધુ ગમે તે જગજીત સિંહની USP હતી. એક જ શેરને વિવિધ પ્રકારે સૂરમાં કહેવાની તેમની આવડત માટે શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી તેમણે વધાવી લેતા. ગઝલ જેવા ગંભીર વિષયને સીધી અને સરળ રીતે કેમ રજૂ કરી શકાય તેના જગજીત માસ્ટર હતા.