હેશટેગ લવ - ભાગ-૧૩

(96)
  • 4.8k
  • 14
  • 2.2k

"હેશટેગ લવ" ભાગ -૧૩સ્ટેશન પર ભીડ ઘણી હતી. સ્ટેશનની બહાર હું પપ્પાને શોધવા લાગી. ત્યાં સામે જ પપ્પા દેખાયા. એ મને જ શોધી રહ્યાં હતાં. મેં પપ્પાની નજીક જઈ કઈ બોલ્યા વગર એમની પાસે જઈને ઊભી રહી ગઈ. પપ્પા હજુ પોતાની ડોક ઊંચી નીચી કરી સ્ટેશનની બહાર આવતા પેસેન્જરમાં મને શોધી રહ્યાં હતાં. મેં એમના કાન પાસે જઈ કહ્યું : "કોની રાહ જુઓ છો ?" પપ્પાએ મારી સામું જોયા વિના જ મને જવાબ આપ્યો. "મારી દીકરીને." જવાબ આપી એમના મગજમાં મારા અવાજની ઓળખ થઈ હોય એમ મારી તરફ જોઈ કહેવા લાગ્યા : "અરે, ક્યારે આવી ગઈ તું ? મેં તો