લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૭ ધારાને થયું કે આજે પોતે વધારે પડતું તો પી લીધું નથી ને? સામે હસતા ઊભેલા સાકીર ખાન સામે તે જોઇ રહી હતી. બે-ત્રણ વખત તેણે આંખો ખોલ-બંધ કર્યા પછી તેને ભાન થયું કે સામે ખરેખર સાકીર ખાન ઊભા છે અને તે કોઇ સપનું જોઇ રહી નથી. "હાય બેબી! હાઉ આર યુ?" સાકીરે ફરી તેને બોલાવી. "ઓહ! આઇ એમ ફાઇન!" ધારા ઉત્સાહથી બોલી. "શું વાત છે એકલી બેઠી છે? કોઇની કંપની નથી?" "ના, હમણાં સુધી જૈની હતી. હું પણ હવે નીકળું જ છું." "કેમ? એકલી જ જઇશ?" "હા, કાર જાતે જ લઇને જવાની છું..."