સંભવામિ યુગે યુગે ભાગ ૨૪

(68)
  • 4.7k
  • 3
  • 2k

સોમ ને અડધી મિનિટ સુધી ખબર ન પડી કે આ શું બની ગયું , પછી તે ભુરીયા તરફ દોડ્યો . ભુરીયા ની આંખો આકાશ તરફ જોઈ રહી હતી. તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં જટાશંકર ન હતો . તેણે ભુરીયા ને હલાવી જોયો પણ તેના શરીરમાં કોઈ હલચલ ન હતી. સોમ ત્યાં આક્રંદ કરવા લાગ્યો . દિવસભર માં આ તેને લાગેલો બીજો ઝાટકો હતો . તે રડે જતો હતો અને ભુરીયા ને બોલાવે જતો હતો . એટલામાં તેના માથા પર એક વાર થયો અને તે બેભાન થઇ ગયો તેણે પાછળ વાળીને જોવાની કોશિશ કરી પણ તે ફક્ત બ્રાઉન કલર ના