બેઈમાન - 11

(212)
  • 9.2k
  • 7
  • 6.7k

સાંજે બરાબર છ વાગ્યે રૂસ્તમની ઊંઘ ઉડી ગઈ. ઝપાટાબંધ તૈયાર થઈને એ નીચે આવ્યો. મેટ્રો હોટલ એના ગેસ્ટ હાઉસથી નજીકમાં જ હતી. એ પગપાળા જ ત્યાં પહોચી ગયો. પોતાને કોઈ ઓળખી ન જાય એટલા માટે અવારનવાર તે રૂમાલથી ચહેરો લૂછવાનું નાટક કરતો હતો. એ મેટ્રો હોટલના વિશાળ હોલમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં ચિક્કાર ભીડ હતી. આ હોટલનો માલિક એક મારવાડી હતો. અને એમાંથી તેણે સારી એવી કમાણી થતી હતી. રૂસ્તમે હોલમાં એક ખૂણાથી બીજા ખૂણા પર નજર દોડાવી. હોલમાં ઉપસ્થિત એક એક માણસનું નિરીક્ષણ કર્યું.