સંગાથ – 13 (અંતિમ પડાવ) કોલેજમાં સાથે અભ્યાસ કરતા પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પાંગરેલો પ્રણય લગ્નજીવન સુધી પહોંચતા ખૂબ મુશ્કેલ પરિસ્થિતોનો સામનો કરતા પરિવારની વિરુધ્ધ જઈ લગ્નની મંજીલ સુધી પહોંચે છે. લગ્ન પછી બંનેના જીવનમાં વારંવાર ઊભા થતા નાના મોટા પ્રશ્નોમાં તેમનું જીવન દુ:ખદાયક બની જાય છે. પોતાની પત્ની જાહ્નવી ના મળતા તેને શોધવા નીકળેલા પ્રત્યુષને જાહ્નવી માટેના સાચા પ્રેમનો અહેસાસ થાય છે. પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..!