એક હતી સંધ્યા - 2

(62)
  • 3.7k
  • 15
  • 1.8k

   પ્રકરણ-2  એક વેશ્યાથી પણ હું તુચ્છ હતી રાત્રીના એક વાગી ચુક્યો હતો. હમીરસરના કાંઠે બેન્ચ પર હું અને મારો ઓપરેટર મિત્ર શૌનક બેઠા હતા. રાત્રીના હમીરસર તળાવનું પાણી શાંત થઈ ગયું હતું, ભુજ શહેર પણ શાંત પડી ગયું હતું, અશાંત હતું તો બસ મારું મન. તળાવમાંથી આવતી પવનની લહેરખીઓ ઠંડીમાં વધારો કરતી હતી. દિવસભરતો હમીરસર કાંઠે માણસોનો મેળાવડો જામ્યો હોય, સામેજ મ્યુઝિયમમાં પણ પ્રવાસીઓની ખાસ્સી ચહલ-પહલ રહેતી હોય પણ રાત્રે તો અહીં સ્મશાનવત શાંતિ છવાઈ જતી. શૌનકના માતા-પિતા નહતા તેમજ મારી જેમ સીંગલ હોય ઘરે તેની મોડીરાત સુધી રાહ જોવાવાળું કોઈ જ નહતું. અને હું પણ મારા પરિવારથી દૂર