પ્રણય સપ્તરંગી પ્રકરણ – 7

(80)
  • 4.4k
  • 5
  • 2.7k

રાત્રીનાં બાર વાગી ગયાં છે અને “"હવન અગ્નિ" ગ્રુપની ખાનગી મીંટીંગ એનાં વડા મથકે ચાલી રહી છે લગભગ બાર સભ્યો હાજર છે મુખ્ય વર્તુળમાં બીજા સભ્યો ઉમેરવાની અને બીજી સાવચેતીઓની ગંભીર ચર્ચા ચાલી રહી છે. પ્રો.મધોક પોતાની ટીમને ઉદૂબોધન કરી રહ્યાં છે. મુખ્ય મુદ્દો સંયુક્તાનું અપહરણ કરવાનો મુદ્દો અને તેમાં બચેલી સંયૂક્તા તથા તેનાં સીક્યુરીટીનાં છીંડા ક્યા હતાં એની તપાસ ખાસ માણસોને સોંપી હતી એનો રીપોર્ટ આજે મળી જવાનો હતો. વિરાટે પ્રો.મધોકની પરવાનગી લઇને રીપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી. બધાંજ સભ્યો જાણવાં માટે આતૂર હતા. ગ્રુપના આ ખાનગી વડામથકનાં મોટાં હોલમાં લગભગ 20 માણસો એક સાથે બેસી શકે એવું