પર્વ અને લજ્જા બન્ને સૂનમૂન હતાં. શું બોલવું ????કહ્યા વિના સઘળું સમજી જવાતું હોય તો શું હતું? બહાર મુુુશળધાર વરસાદ થંભી ગયો હતો. નિરવ શાંતિ હતી.રાત પણ વધવા લાગી હતી.લજ્જા વાત ની શરુઆત કેવી રીતે કરવી??? એ અવઢવમાં હતી. લજ્જા એ એની જીવન ની કિતાબ ખોલવા જઈ રહી હતી એ પણ પર્વ ની સામે.જેની સામે એ નિશ્ચિત થઈ ને સઘળું કહી શકે ને લજ્જા નો એવો વિશ્વાસ કે પર્વ સમજી શકશે એની વાત ને. લજ્જા એ કહ્યું કે એનું લગ્ન જીવન સરસ અને સરળ જઈ રહયું હતુ.પરિવાર ના ચાર જણા ખુશ ખુશાલ હતા.