વાત્સલ્ય...

(22)
  • 3.7k
  • 1.1k

પહેર્યા કપડે આ ઘરને તાળું મારીને મકાનની કુંચી પેટીમાં મૂકીને પેટી ઉપાડી એ ચાલી, પેલે ધેર------ પચ્ચીસ ત્રીસ નાના બાળકોથી ઘેરાયેલી સવિતા સામે બાર વર્ષ જૂનો ભૂતકાળ ખડો થયો. આ ઘર અને પોતાની જાતને પોતાના હાથે હીણી અને બજારૂ બનાવતા સોદાની રકમ પાછી આપી દેવા. સાંજ વેળા હોવાથી પૂલિન,મનીષા અને પોતાનો લાડકવાયો વિક્રમ બધા ઘરે જ હતા, દરવાજો બંધ હતો, ઝાંપો ખોલી તેણે આંગણામાં પ્રવેશ કર્યો. છેલ્લીવાર તેને પુલીન અને મનીષા પર ગાળોનો વરસાદ વરસાવવાનું તેને મન થઈ આવ્યું કેટકેટલા હેત અને ઉમળકાથી બગીચાના ફુલછોડને ઉછેયાઁ હતા,કાળજીથી એક એક વસ્તુની જાળવણી કરીને આ ઘરને