બદલાવ-9

(45)
  • 2.8k
  • 2
  • 1.3k

બદલાવ-9  (સોમુનાં શરીરમાં રહેલા અજયે  ગુસ્સાથી હવનકુંડનાં અંગારા ફેંકયા.)        અલગારીનાથ સુધી અંગારા પહોચ્યાં પણ માત્ર રાખ થઇને.એમણે ડાબી ભુજા પર પડેલી રાખને જમણા હાથથી ઘસી નાંખી.પછી બોલ્યાં “ તારો ગુસ્સો વ્યાજબી છે.પણ હવે મોડું થઇ ગયું છે.અને આટલો સ્વાર્થી ન બન.તે તારો નહિં બીચારા અનાથ સોમુનો હાથ દઝાડયોં છે.અને હવે વધારે તોફાન કરીશ તો તને પણ બેભાન કરી નાંખીશ.” અજયને ડર લાગ્યોં એટલે એણે પોતાની જાત પર સંયમ રાખ્યોં.અને એ દબાવ ફરી આંખનાં આસું બની બહાર નીકળ્યોં.આખરે એ વિનંતી કરતા બોલ્યોં“બાબા, અમારી આવી હાલત શુંકામ કરી?આ શરીરનો બદલાવ કેવી રીતે શકય છે?શું મારી પત્નિ રૂપાનું પણ શરીર બદલી ગયું