હતી એક પાગલ - 13

(305)
  • 5.3k
  • 22
  • 3.5k

હતી એક પાગલ..!!:-ભાગ 13 માહી જેવી ઘરે પહોંચી અને જેવી પોતાનાં બેડરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવી ત્યાં સામે જ સોફા પર બેસેલી આરોહી ને જોઈને એ બોલી. "આરોહી,કેમ છે તને..?હવે તારી તબિયત ઠીક તો છે ને..?" "સારું છે મને..જમવાનું બનાવીને ત્યાં ડાઇનિંગ ટેબલ પર રાખી દીધું છે..તમે જમીને આવો પછી મારે થોડી અગત્યની વાત કરવી છે.."આરોહી ટીવી ની ચેનલ રિમોટ વડે બદલતાં બોલી. થોડીવારમાં માહી જમીને આરોહી જોડે આવીને સોફામાં બેસી અને આરોહીને ઉદ્દેશીને બોલી. "બોલ શું અગત્યની વાત કરવી છે..?" માહી ઉર્ફે રાધા દીદી જોડે પોતે હવે શું વાતચીત કરવાની હતી એ નક્કી કરીને બેસેલી આરોહી બોલી.