અમે અમારું સાતમું મકાન શોધી રહ્યાં હતાં. જામનગરમાં આવ્યાં પછી છ મકાન બદલાવ્યાં બાદ દર વખતે કોઈક ને કોઈક કારણસર અમારે મકાન છોડવું પડતું. ક્યારેક લબ્ધિનો બોયફ્રેન્ડ નડી જતો તો ક્યારેક મુસ્કાન મકાનમાલિક સાથે ઝઘડી પડતી ! પણ સિચ્યુએશન ચાહે કોઈ પણ હોય દરેકમાં હું એટલે કે પંક્તિ, મુસ્કાન ને લબ્ધિ-ત્રણેય સાથે જ હોઈએ ! મેડિકલ કોલેજની બાજુમાં આવેલી હિંમતનગર સોસાયટીમાં મેં અને મુસ્કાને મકાન માટેનું સર્ચ ઓપરેશન આદર્યુ હતું. ચાલતાં અમે એક શેરીમાં વળ્યાં. બંગલાઓથી સજ્જ આ શેરીમાં એક ઘર પાસે ત્રણ ચાર બહેનો વાતો કરતાં ઊભાં હતાં. "આંટી !" મુસ્કાન તરત જ નજીક પહોંચી પૂછી રહી, "આટલાંમાં કોઈ