સેલ્ફી ભાગ-26

(419)
  • 5.7k
  • 17
  • 3k

સેલ્ફી:-the last photo Paart-26 "શુભમ..મેઘા...શુભમ...મેઘા.."બોલતાં બોલતાં રુહી એ લોકો જ્યાં રોકાયા હતાં એની આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી..મોબાઈલની ફ્લેશ લાઈટમાં એ સાચવી સાચવી પોતાનું દરેક પગલું ભરતી આગળ વધે જતી હતી. "ક્યાં ગયાં આ બંને.. નક્કી બંને કોઈ મોટી મુસીબતમાં મુકાયાં હશે.મારે જઈને રોહનને ઉઠાડી કહેવું જોઈએ."આટલું બબડતાં રુહી પાછી પોતે જ્યાં સૂતાં હતાં એ દિશા તરફ પાછી વળી. હજુ આવું વિચારી એ ચારેક ડગલાં ચાલી હશે ત્યાં તો એનાં કાને કોઈકના ફુસફુસાવાનો અવાજ આવ્યો.. અવાજ દૂર ગીચ ઝાડીઓમાંથી આવી રહ્યો હોવાનું લાગતાં રુહીનાં પગ અનાયાસે જ એ દિશા ભણી ઉપડી ગયાં. રુહી ને અવાજ સાંભળી