સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૭ (છેલ્લો ભાગ)

(25)
  • 2.7k
  • 4
  • 1.3k

            ઇવેન્ટનો દિવસ નજીક આવી ગયો હતો. ઇવેન્ટની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચુકી હતી. યુવિકા અને કરિશ્મા ખુબ જ ઉત્સુક હતા પોતાની આ ઇવેન્ટને સફળ કરવા માટે. અર્ઝાન પણ પોતાની દુબઇ જવાની તૈયારીઓ કરી ચુક્યો હતો. બધા નીકળવાની તૈયારીમાં હતા. યુવિકા પોતાના પરિવાર સાથે જવાની હતી પણ પૂજા અને પારસને થોડા ફેમેલી ફનક્શનમાં જવાના હતા તેથી યુવિકા અને કરિશ્મા એકલા જ નીકળવાના હતા. કરિશ્માના મામાને થોડો હાર્ટનો પ્રોબ્લેમ થયો એટલે કરિશ્મા હોસ્પિટલમાં હતી. એને યુવિકાને કહ્યું કે તું નીકળી જા હું ઇવેન્ટના થોડા કલાકો પહેલા જ આવી શકીશ. મામા ICU માં છે એટલે તેમને ત્યાં રહેવું