મોલમાં માથાકૂટ

(28)
  • 3.2k
  • 3
  • 1.1k

દુનિયામાં એક વસ્તુ ઉપાડવાની હિંમત પતિઓ કદી નથી કરતાં,પત્નીનો ફોન.અને આ જ હિંમત હું છેલ્લા કલાકમાં પાંચમી વખત કરી રહ્યો હતો. એક તો ખુદ જ રીક્ષા લેવાં મોકલ્યો હતો અને પ્લેન લેવા મોકલ્યો હોય તેવી ઉતાવળ કરતી હતી. વાત કંઇ જ ખાસ ન હતી (આ લેખની જેમ). માત્ર એક મજેદાર રવિવાર બગાડવાની વાત હતી. ખબર નહી કયા ધનકુબેરે મારા ઘરની નજીકમાં મૉલ ખોલ્યો હશે કે મારી પત્નીએ ત્યાં જવાનો એક પ્રોગ્રામ મને પુછયા વગર જ બનાવી નાંખ્યો. મતલબ કે તે પ્રોગ્રામ નહીં-નહીં તોય ચાર-પાંચ કલાક ચાલવાનો હતો. હું તો કહું છુ કે મારા ઘરની આસપાસ ડમ્પિંગ ગ્રાઉન્ડ હશે તો