" એકલો હતો તો લાગતું હતુ કેવો અજાણ છું આ જગ્યા થી, તને જોયા પછી લાગ્યું આ તો એ જ છે જેને હુ જાણું છું વર્ષો થી..." (આગળ ના ભાગ મા આપણે જોયું કે વૈભવ નિરાલી ને જોય ને યાદ કરવાની કોશિશ કરે છે અને વિચારે છે આને મે ક્યાંક જોયેલી છે પણ ક્યાં..??? હવે આગળ ....) વૈભવ હજુ જૂની સ્મૃતિ વગોળે છે ત્યાં એને બધુ યાદ આવી જાય છે. અને એનાં મોઢા માથી થોડુ જોર થી બોલાય જાય છે એ ચોટલી તુ અહિયાં ક્યાં થી.. ??? આ ચોટલી નામ સાંભળતા જ નિરાલી આંચકા સાથે વૈભવ ની સામે