‘લુકા છૂપી’ ફિલ્મ રિવ્યૂ – અફલાતૂન રોમેન્ટિક કોમેડી

(108)
  • 4.6k
  • 2.1k

જોવી હતી ‘સોનચિડિયા’, પણ ‘ટોટલ ધમાલ’ની ધૂંઆધાર બોક્સઓફિસ બેટિંગ જારી હોવાથી અને યુવા વર્ગને વધુ અપીલ કરે એવી પ્રેમકથા ‘લુકા છુપી’ની રિલિઝને લીધે અભિષેક ચૌબે (‘ઉડતા પંજાબ’, ‘ઈશ્કિયાં’ જેવી ઓફબીટ આર્ટ-પીસના ડિરેક્ટર) જેવા ધરખમ નિર્દેશકની હાર્ડહિટિંગ ‘સોનચિડિયા’ને પૂરતા પ્રમાણમાં સિનેમારૂપી ઘોસલા જ ન મળ્યા. સૂરત જેવા સૂરતમાં ગણીને ફક્ત ચાર મલ્ટિપ્લેક્સમાં એ ફિલ્મ લાગી ને એમાંય ફક્ત બેમાં મોર્નિંગ શો હતા. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા વહેલી સવારે છેક અડાજણ સુધી લાંબો થયો ને જાણ થઈ કે ‘રાજહંસ’ અને ‘સિનેપોલીસ’ બંનેમાં ‘સોનચિડિયા’ના મોર્નિંગ શોની સમ ખાવા પૂરતી એક પણ ટિકિટ નહોતી વેચાઈ..! આઘાત લાગ્યો, નિરાશ થઈ જવાયું, પણ કોઈક ફિલ્મ