ધરબાયેલી સંવેદના - ભાગ ૩

(76)
  • 4.3k
  • 10
  • 2.7k

બીજી સવારે મેઘા મીઠી નિંદરમાં હતી. ગઈકાલે બહુ મોડે સુધી જાગી હતી. એટલે સવારે વહેલાં ઉઠી ન શકી. પૃથ્વી મેઘાની રાહ જોઈને કંટાળ્યો એટલે મેઘાના ઘરે ગયો.પૃથ્વી:- આંટી મેઘા ક્યાં છે? સરલાબહેન:- હું ઉઠાડવા ગઈ હતી. પણ ઉઠી જ નહિ. તું જા. એને ઉઠાડીને જ લાવજે. પૃથ્વી મેઘાના રૂમમાં ગયો. ખૂબ શાંતિથી સૂતી હતી. પૃથ્વી નજીક ગયો. મેઘાનો ચહેરો જોયો. ઊંઘમાં કેટલી માસૂમ લાગે છે. એમ વિચારી એને ઊંઘવા જ દીધી. રૂમની બહાર જવા નીકળ્યો જ કે એને ગઈકાલની સવાર યાદ આવી ગઈ. કાલે મારા પર કેવું ઠંડુ પાણી રેડ્યું હતું. આજે એની વાત છે. એમ વિચારી મેઘાની નજીક ગયો.