લંકા દહન - 10

(32)
  • 3.3k
  • 5
  • 1.3k

મુંબઈના છત્રપતિ શિવાજી એર પોર્ટ પર પ્લેન લેન્ડ થયું ત્યારે અધિપતિ અને તેમની ટોળીને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમને અહીંથી ઓડી ગાડીમાં સુરતના આશ્રમમાં નહિ પણ પોલીસવાનમાં જેલ ભેગા થવાનું છે. મુંબઈના પોલીસ કમિશનર ખુદ આ ધરપકડ કરવા તેમની ટીમ સાથે હાજર હતા. અધિપતિના આગમનની જાણકારી કોઈ જ ભક્તોને આશ્રમ તરફથી પણ આપવામાં આવી નહોતી. કારણ કે જે ઘટના બની હતી એ દાબી દેવા માટે અને આવો હુમલો કરીને પોતાના બે યોદ્ધાઓને મારી નાખનાર તથા પોતાના શિકારને છોડાવી જનારને ગમે તે ભોગે પકડીને આશ્રમમાં સજા આપવા અધિપતિ આવી રહ્યો હતો. જે પણ લોકો હશે તેને હું એટલી ભયાનક મોત