નાઈટ ક્લબમાં ગાવાનું આજે પણ સારું માનવામાં આવતું નથી. આજથી ૫૦ વર્ષ પહેલાં તો ક્યાંથી સારું માનવામાં આવતું હોય. એવામાં આ કહાની ૬૦ ના દસકામાં શરુ થઈ હતી. દિલ્લીના એક નાઈટ ક્લબમાં એક છોકરી ગીત ગાઈ રહી હતી. ૨૦-૨૨ વર્ષની તે છોકરી માટે નાઈટ ક્લબમાં ગાવું કોઈ નવી વાત નથી. દિલ્લીથી પહેલાં તે મદ્રાસ અને કલકત્તાના નાઈટ ક્લબમાં પણ ગીત ગાતી હતી. ચટક રંગની સાડી અને મોટી બિંદી લગાવીને ગીત ગાવું એ તેમની ‘સ્ટાઈલ' હતી. ફિલ્મી નગમા સાથે તે સમયમાં તે છોકરી ‘કાલી તેરી ગુથ તે પરાંદા તેરા લાલની’ ગાયા કરતી હતી.